SCO સમિટમાં ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન મળવાના છે તેવી ચાલી રહેલી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકતાભારતીય વિદેશ મંત્રાલયે ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું કે SCO સમિટમાં પીએમ મોદી-ઈમરાન વચ્ચે મુલાકાતનો કોઈ કાર્યક્રમ નથી. વડાપ્રધાન મોદી SCO સમિટમાં ચીની રાષ્ટ્રપતિ શી જિંનપિંગને મળવાના છે તેવું મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું. ૧૩-૧૪ જુનના રોજ ર્કિિગસ્તાનની રાજધાની બિશ્કેકમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO) નું શિખર સંમેલન થવાનું છે જેમાં મોદી અને ઈમરાનખાન ભાગ લેવાના છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે બિશ્કેકમાં શંઘાઈ સહયોગ સંગઠન ના શિખર સંમેલન પીએમ મોદી અને પાક પીએમ ઈમરાન વચ્ચે મુલાકાતનો કોઈ કાર્યક્રમ નથી. કરતારપુર કોરિડોર અંગે તેમણે કહ્યું કે ભારત આ કોરિડોર બનાવવા કટિબદ્ધ છે. અમે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી એક કમિટીમાં પાકિસ્તાન દ્વારા વિવાદીત તત્વોની નિયુક્તિના રિપોર્ટ પર તેમનો ખુલાસો માગ્યો છે. તે ઉપરાંત છેલ્લી બેઠકમાં અમે પાકિસ્તાન પાસેથી કેટલાક મહત્વના સૂચનો પર ખુલાસો માંગ્યો હતો અને અમે હાલમાં પાક.ના જવાબની પ્રતિક્ષા કરી રહ્યાં છે. રવિશ કુમારે કહ્યું કે ઈરાનની સાથે તેલ આયાત અંગે જે પણ નિર્ણય થશે તે વ્યાવસાયિક, ઊર્જા, સુરક્ષા, અમારા રાષ્ટ્રીય હિતો પર આધારિત હશે.