તમિલનાડુમાં દ્રમુક પ્રમુખ એમકે સ્ટાલિને શુક્રવારે ચેન્નાઈ ખાતે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. મંત્રીમંડળમાં તેમના સિવાય 33 સદસ્યો સામેલ થયા હતા. તેમાં અનુભવી અને વરિષ્ઠ નેતા દુરઈમુરૂગમ ઉપરાંત આશરે 12 નવા સદસ્યો પહેલી વખત મંત્રી બન્યા હતા.
રાજભવન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે સ્ટાલિન દ્વારા સોંપવામાં આવેલી મંત્રીઓ અને તેમના વિભાગોની યાદીને મંજૂરી આપી દીધી હતી.
સ્ટાલિને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને મહાસચિવ દુરાઈમુરૂગન સાથે પુરોહિતની મુલાકાત લીધી હતી અને તેમને ડીએમકે ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાવા સંબંધી પત્ર સોંપીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. ડીએમકેની પાછલી સરકાર (વર્ષ 2006-11)માં સ્ટાલિન નાયબ મુખ્યમંત્રી હતા અને તેમના પિતા એમ કરૂણાનિધિ મુખ્યમંત્રી હતા.
વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેએ 133 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને કોંગ્રેસ સહિતના તેમના અન્ય સહયોગિઓએ 234 સદસ્યો ધરાવતી વિધાનસભામાં કુલ 159 બેઠક પર વિજય મેળવ્યો છે.