પીએમ મોદીએ આજે તામિલનાડુના મદુરાઈમાં એક ચૂંટણી સભાને સંબોધન કરીને ડીએમકે તેમજ કોંગ્રેસને આડે હાથ લીધા હતા.
તેમણે કહ્યુ હતુ કે, દક્ષિણ તામિલનાડુની સંસ્કૃતિ પર આખા દેશને ગર્વ છે.ડીએમકે અને કોંગ્રેસ પાસે કોઈ એજન્ડા નથી.મતદારો મૂરખા નથી.ડીએમકે અને કોંગ્રેસ પોતાને તામિલ સંસ્કૃતિના રક્ષક ગણાવે છે પણ હકીકત તેનાથી અલગ છે.યુપીએની સરકારે જ તામિલનાડુમાં જલીકટ્ટુ પર બેન મુક્યો હતો.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 2016માં કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ જલીકટ્ટુ પર બેન મુકવાની વાત કરી હતી.જોકે અમારી સરકારે તામિલ સંસ્કૃતિનુ સન્માન કર્યુ હતુ અને જલીકટ્ટુને ચાલુ રાખવા દીધી હતી.કોંગ્રેસ અને ડીએમકે પાસે જુઠ્ઠાણા ચલાવવાની એક કળા છે.આ ધરતીએ મહાત્મા ગાંધીને પણ પ્રભાવિત કર્યા હતા અને દેશને સંખ્યાબંધ મહાપુરુષો પણ આપ્યા છે.