અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ડીજે ટ્રક, લાઉડસ્પીકર, વાંજિત્રોના માધ્યમ દ્વારા નિયત સાઉન્ડ લિમિટિનો ભંગ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતાં વપરાશકર્તાઓ, ઉત્પાદનકારો અને વેચાણકર્તાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે હવે ગુજરાત સરકાર દ્વારા એક બહુ મોટા અને ઐતિહાસિક નિર્ણય મારફતે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં સાઉન્ડ લિમિટર વિનાના કોઈપણ લાઉડ સ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ વેચાણ કે તેના ઈન્સ્ટોલેશન પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. લોકસભા ચૂંટણી ટાણે જ સરકારના આ આકરા નિર્ણયને પગલે રાજકીય પક્ષો અને ઉમેદવારો-ટેકેદારોને મોટી અસર થશે તો, લગ્નસરા સહિતના પ્રસંગોમાં પણ સાઉન્ડ લિમિટિર વિનાના ડીજે ટ્રક, સાઉન્ડ સિસ્ટમ કે લાઉડ સ્પીકરનો ઉપયોગ પ્રતિબંધિત થશે.