દિવાળીના તહેવારના ઉજાસ સમયે જ શેરબજારમાં વેચવાલીનો અંધકાર છવાયો છે. ઇઝરાયેલ અને હામાસ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ, અમેરિકામાં ધારણા કરતા વ્યાજનો દર વધશે એવી આગાહી વચ્ચે વેચવાલી જોવા મળી રહી છે. તા ૧૭ ઓક્ટોબર પછી સેન્સેક્સ ૧૮૫૭ પોઈન્ટ ઘટી ગયો છે. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૫૩૦ પોઈન્ટ ઘટી ગયો છે.