દિવાળીનું પર્વ સામાન્ય રીતે લોકો માટે આનંદ અને ઉત્સાહનું પર્વ હોય છે. દિવાળીની ઉજવણી અવનવી ખરીદીની ભરમાર લઇને પણ આવે છે. નોકરિયાત વર્ગ માટે દિવાળીએ મળતું બોનસ ઉજવણીની ખુશીઓમાં ઉમેરો કરે છે અને દિવાળીની ખરીદીમાં મદદગાર પણ નિવડે છે. વિવિધ ખાનગી સંસ્થાઓ પોતાના શ્રમિકો / કર્મચારીઓને દિવાળી બોનસ આપતી હોય છે. રાજ્ય અને કેંદ્ર સરકાર પણ વિવિધ વર્ગના કર્મચારીઓને દિવાળી બોનસ ચુકવતી હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોનસ ચુકવણી અધિનિયમ-1965 અંતર્ગત ખાનગી સંસ્થા/કંપનીએ શ્રમિકોને વાર્ષિક બોનસની ચુકવણી કરવાની હોય છે.
બોનસ ચુકવણી અધિનિયમ-1965નું યોગ્ય પાલન થાય તથા ઉત્તર ગુજરાતના તમામ શ્રમિકોને વર્ષ 2018-19 નું મળવાપાત્ર બોનસ મળી રહે તે માટે અમદાવાદ નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે વિશેષ ‘બોનસ સેલ’ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ‘બોનસ સેલ’ તારીખ 10 ઑક્ટોબર૨૦૧૯ થી કાર્યરત છે.