રૂપિયા બે કરોડ સુધીની લોનના વ્યાજના વ્યાજની માફીના નિર્ણયના અમલ માટે એક મહિનાનો સમય આપવાની સરકારની માગ નકારી કાઢતાં સુપ્રીમ કોર્ટે બુધવારે હાથ ધરાયેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે, સરકારે નિર્ણય લઈ લીધો છે ત્યારે તેના અમલમાં આટલો સમય શા માટે લાગવો જોઈએ? કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક મહિનાનો સમય માગતાં જણાવ્યું હતું કે, ચોક્કસ પ્રક્રિયાઓ પૂરી કરવા માટે સરકારને સમયની જરૂર છે.
જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીની બેન્ચે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે, આઠ કેટેગરીમાં રૂપિયા બે કરોડ સુધીની લોનના વ્યાજના વ્યાજની માફીના નિર્ણયનો ઝડપથી અમલ કરવામાં આવે કારણ કે, દેશના સામાન્ય નાગરિકની દિવાળી હવે સરકારના હાથમાં છે. સામાન્ય નાગરિક દિવાળીની ઉજવણી કેવી રીતે કરવી તેની ચિંતામાં છે. અમે પણ રૂપિયા બે કરોડ સુધીની લોન ધરાવનારા લોકો માટે ચિંતિત છીએ. કોરોના મહામારી અને લોકડાઉનના કારણે લોનની પુનઃચુકવણી માટે નિઃસહાય બનેલા લોકોને સરકારે ઝડપથી રાહત આપવાનો માર્ગ શોધી કાઢવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ મામલામાં પરિપત્ર જારી કરવા અને અદાલતને જાણ કરવા માટે બીજી નવેમ્બર સુધીનો સમય આપ્યો છે.