Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિવાળી એટલે ઉત્સાહ,ઉર્જા,અને ઉલ્લાસ અને પ્રકાશ નું પર્વ.દુનિયાભરમાં રહેતા ભારતીયો આ મંગલમય પર્વને ખૂબ જ ધામધૂમ પૂર્વક આતશબાજીના ધડાકા ધમાકા સાથે ઉજવે છે.આ શુભ અને પવિત્ર પર્વ નિમિત્તે પરિવાર સહિત પરસ્પર સ્નેહ આશીર્વાદ અને શુભેચ્છાઓની આપલે કરે છે.

મહત્વનુ છે કે દિવાળી બાદ બીજા દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થાય છે.કૃષ્ણ ભક્તિથી રંગાયેલ દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ નૂતનવર્ષે અન્નકૂટ ઉત્સવ પરંપરા ઉજવે છે.અન્નકૂટ એ વ્રજમાં વ્રજકિશોર કૃષ્ણએ વ્રજવાસીઓ પાસે ગોવર્ધન પર્વતની પૂજા કરાવી ઇન્દ્રરાજાનો માનભંગ કર્યો હતો તે પ્રભુલીલાની ભક્તિમાં ઉજવાતો ઉત્સવ છે.અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટી ના બેલફ્લાવર શહેરમાં આવેલ શ્રીજી મંદિરમાં આ ઉત્સવ ભારે ધામધૂમ થી ઉજવાયો.મંદિર ટ્રસ્ટ પ્રમુખ ભાર્ગવભાઈ પટેલે સ્થાનિક પ્રસાશન પાસે મંજૂરી લઈ કોવિડ ગાઈડલાઈન મુજબ સમગ્ર ઉત્સવનું આયોજન સંપૂર્ણ કર્યું હતું.

અમેરીકાના લોસ એન્જલસ કાઉન્ટીના બેલફ્લાવર શહેરનું શ્રીજી મંદિર ધર્મ અને આસ્થાનું કેન્દ્ર છે.વિદેશમાં પણ વૈષ્ણવ પરંપરા મુજબ સેવા પૂજાના સંસ્કાર અહીંથી પ્રસરી રહી છે.ભારતીય પંચાંગ મુજબ બેસતા વર્ષે અહીં અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો.શ્રીજી પ્રભુને વિવિધ અન્નકૂટ સામગ્રી પીરસવામાં આવી હતી.મુખ્ય યજમાન તરીકે લેબોન હોસ્પિટાલીટી ગુપના ચેરમેન યોગી પટેલ અને પયોનિયર ગ્રુપના પરિમલ શાહ સહિત અગ્રણી ગુજરાતી પરિવારોએ આ દિવ્ય ઉત્સવ દર્શનનો લ્હાવો લીધો હતો.શ્રીજી પ્રભુની સામુહિક આરતી કરી હતી તેમજ પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ ઉત્સવ કીર્તન પણ ગવાયું હતું.અંતે અન્નકૂટ પ્રસાદી ઉપસ્થિત દર્શનાર્થીઓ અને ભક્ત પરિવારોમાં વહેંચી દેવાઈ હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ