અમદાવાદમાં આજે દિવ્યાંગ દીકરી કલગી રાવલના કલગી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ રત્ન એવોર્ડ એનાયત કરાશે. રાજ્યના વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનારા 30 દિવ્યાંગોને ‘દિવ્યાંગ રત્ન’ એવોર્ડથી સન્માનવાનો આ કાર્યક્રમ આજે શનિવારે સાંજે ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે યોજાશે. જેમાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારિતામંત્રી ઈશ્વરભાઈ પરમાર સહિતના મહાનુભાવો હાજરી આપશે. ઉપરાંત જીગ્નેશ કવિરાજ, કિંજલ દવે સહિતના કલાકારો પણ હાજરી આપશે.