દિવ-દમણને ગુજરાતમાં ભેળવી દેવું જોઈએ, તેવું અવલોકન ગુજરાત હાઈકોર્ટે કર્યું. હાઈકોર્ટે દારુબંધીના અમલ મામલે સુનાવણી વખતે આ અવલોકન કર્યુ. હાઈકોર્ટે કહ્યું કે ગુજરાતમાં 3.99 લાખ પેન્ડીંગ કેસમાંથી 55 હજાર કેસ તો માત્ર પ્રોહિબિશનના છે, ત્યારે કેન્દ્રએ દિવ-દમણને ગુજરાતમાં ભેળવી દેવાનો સમય પાકી ગયો છે. ઉલ્લેખનીય છે કે દમણમાં વાઈનશોપ સંચાલકના કેસની સુનાવણી દરમિયાન ઉપરોક્ત અવલોકન કર્યું.