મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રીઓને વિભાગની વહેંચણી કરી દેવાઈ છે. મુખ્યમંત્રી ફડણવીસની પાસે ગૃહ વિભાગ રહેશે. રાજ્યની કાયદો અને વ્યવસ્થા અને વહીવટ માટે આ વિભાગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની સાથે જ મુખ્યમંત્રી પાસે કાયદા અને ન્યાય વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ તેમજ માહિતી અને પ્રચાર વિભાગની જવાબદારી પણ રહેશે.