આશરે 1 વર્ષથી વધુના પ્રયાસોના અંતે ડિઝનીએ રૂપર્ટ મેર્ડોકની કંપની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સ સાથે રૂ. 4.9 લાખ કરોડ (71 અબજ ડોલર)માં મર્જર માટેની ડીલ કરી લીધી છે. મહત્વનું છે કે, આ મર્જર બાદ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સનો મૂવી સ્ટુડિયો, ડિવિઝન ઉપરાંત સ્ટ્રીમિંગ સર્વિસ હુલુ અને ફોક્સ ટેલિવિઝન ગ્રુપમાં 30 ટકા હિસ્સો ડિઝનીએ હસ્તગત કર્યો છે. તેમજ નેશનલ જિયોગ્રાફિક અને સ્ટાર ઈન્ડિયાની માલિકી પણ ડિઝની પાસે ચાલી ગઈ છે.
જણાવી દઈએ કે, ડિઝની ચાલુ વર્ષે ડિઝની પ્લસ નામની સ્ટ્રિમિંગ સર્વિસ શરૂ કરશે. ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સના કન્ટેન્ટ મળવાથી તે નેટફ્લિક્સ-એમેઝોન પ્રાઈમને મોટો પડકાર આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, મર્જર પહેલાં ડિઝની પાસે ક્લાસિક કાર્ટૂન, સ્ટાર વોર્સ, અને માર્વલના કેરેક્ટર્સ સાથે જોડાયેલા કન્ટેન્ટ હતા. હવે એક્સ મેન અને ડેડપુલ જેવા કન્ટેન્ટ આવવાથી સ્થિતિ વધારે મજબૂત બનશે.