સૌરાષ્ટ્રમાં વરસાદ પછી મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ વધ્યો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર, મેંદરડા, કેશોદ અને માણાવદરમાં મુંડાનો ભારે ત્રાસ છે. મુંડાના કારણે ઘણા ખેડૂતોનો પાક નિષ્ફળ પણ ગયો. વિસાવદરના મોણપરી ગામના નાની મોણપરીમાં મગફળીમાં મુંડાના ભરડાથી સાતેક ખેડૂતોનો પાક સાવ સાફ થઈ ગયો, જેથી ખેડૂતોમાં ચિંતા પેઠી છે.