મહેસાણાના બહુચરાજી તાલુકાના રાંતેજમાં દલિતોનો સામાજિક બહિષ્કાર કરાયો. ગામમાં ફરમાન કરાયું છે કે જો કોઈ દલિતને કરિયાણું, જીવનજરુરી ચીજવસ્તુ આપશે તો રુ. 2100 દંડ થશે. ગામમાં 8-9 ફેબ્રુઆરીએ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં દલિતોનો અલાયદો જમણવાર રખાયો. દલિતોએ વિરોધ કરી મૃત પશુઓના નિકાલ નહીં કરવાનું ઠરાવ્યું. આ મુદ્દે 8 જણ સામે ફરિયાદ નોંધાઈ છે.