ચીનમાંથી ફેલાયેલો વાઇરસ HMPV (હ્યુમન મેટાન્યૂમો વાઇરસ) વિશ્વભરને ડરાવી રહ્યો છે. ચીનમાં વાઈરસ ફેલાયા બાદ એવી સ્થિતિ ઉભી થઈ છે કે, વુહાનમાં શાળાઓ બંધ કરી દેવી પડી છે. અહીં 10 દિવસમાં એચએમપીવીના કેસો 529 ટકા વધ્યા છે. અનેક બાળકો વાયરસ સંક્રમિત થયા બાદ સરકારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે. વાયરસના કારણે ચીનમાં હડકંપ મચ્યો છે. એન્ટીવાયરલ ડ્રગની અછતના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીં સ્થિતિ એવી વણસી ગઈ છે કે, એન્ટીવાયરલ ડ્રગ 41 ડૉલરમાં વેચાઈ રહ્યું છે.