વડોદરામાં જળબંબાકારના પગલે આખું વડોદરા મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદના પગલે જિલ્લા વહિવટી તંત્ર સતત ખડેપગે છે અને બચાવ કામગીર પૂરજોશમાં કરી રહ્યુ છે. અત્યાર સુધીમાં કુલ 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તંત્રએ સ્થાનિકોને બિનજરૂરી ઘરથી બહાર ના નીકળવા સૂચના આપી છે. જ્યારે બાજવામાં દીવાલ ધસી પડતાં 4 લોકોના મોત થયા છે. જ્યારે વીજકરંટથી 1 અને અન્ય એક ઘટનામાં 1 મોત થતાં કુલ 6 વ્યક્તિઓના મોત થયા છે.