કર્ણાટકમાં શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ બેન હાલમાં ચાલુ રહેશે. કેસની સુનાવણી કરનાર બંને જજોમાં મતભેદ ઉભરીને સામે આવ્યો છે. ખંડપીઠના એક જજ જસ્ટીસ સુધાંશુ ધૂલિયાએ હાઈકોર્ટનો ચૂકાદો પલટવાના પક્ષમાં ચૂકાદો લખ્યો છે. જ્યારે જસ્ટીસ હેમંત ગુપ્તાએ હાઈકોર્ટનો ચૂકાદો જાળવી રાખવાના પક્ષમાં ચૂકાદો સંભળાવ્યો. મોટી બેંચની રચવા કરવા માટે સીજેઆઈને કેસ મોકલવામાં આવી રહ્યો છે.