બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તાને સોમવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાઈ ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યા. જજ દીપાંકર દત્તા કલકત્તા હાઈકોર્ટના પૂર્વ જજ દિવંગત સલિલ કુમાર દત્તાના પુત્ર છે અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રહી ચૂકેલા જજ અમિતાવ રોયના બનેવી છે. તેમણે આજે સવારે 10.36 વાગે સુપ્રીમ કોર્ટના કોર્ટ રૂમ 1 માં શપથ લીધા. જજ દત્તાના શપથ ગ્રહણની સાથે સુપ્રીમ કોર્ટમાં જજની કુલ સંખ્યા 28 થઈ ગઈ છે જ્યારે સીજેઆઈ સહિત 34 ની સ્વીકૃત શક્તિ છે.