દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અબજોપતિ અજીમ પ્રેમજીએ મજૂર કાયદાઓને નબળાં કરવાના રાજ્યોના પ્રયાસોની નિંદા કરી છે. તેમણે જણાવ્યું છે કે મજૂર કાયદાઓને નબળાં કરવાથી અર્થવ્યસ્થામાં કોઈ સુધારો આવશે નહીં. હાલ આર્થિક રીતે નબળા વર્ગને મદદ કરવાની જરૂર છે. લોકડાઉનને કારણે તેમની સ્થિતિ દયનીય થઈ ગઈ છે.
એક અખબારી કોલમમાં અઝીમ પ્રેમજીએ જણાવ્યું કે, કેટલીક રાજ્ય સરકારો મજૂરોને રક્ષણ આપતાં ઘણા બધા મજૂર કાયદાઓ હાલ પુરતા સ્થગિત કરવાના લેવાયેલા નિર્ણય અને તે અંગે ચાલી રહેલી વિચારણાના અહેવાલો આંચકાજનક છે. પહેલા જ મજૂરોને ખૂબ જ ઓછી સુરક્ષા મળેલી છે. આવામાં મજૂર કાયદાઓને નબળાં કરવા અમાનવીય હશે. પ્રવાસી મજૂરો માટે સામાજીક સુરક્ષા નામની કોઈ વસ્તુ જ નથી.
જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત સહિતના ઘણા રાજ્યોએ ઉદ્યોગ-ધંધાને પ્રોત્સાહન આપવા માટે મજૂર કાયદાને હળવા બનાવવાનો નિર્ણય લીધો છે.