સહકારી નેતા દિલીપ સંધાણીની ઈફ્કોના ચેરમેન પદે બિનહરિફ વરણી થઈ છે. ગઈકાલે ઈફકોના ડિરેકટર પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના જ બે ઉમેદવારો બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સ્પર્ધા થવા પામી હતી. આખરે જયેશ રાદડિયાનો બહુમતીએ વિજય થયો હતો. ત્યાર બાદ આજે ઈફકોના ચેરમેન પદ માટે યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન દિલીપ સંધાણીની બિનહરિફ વરણી થવા પામી છે.