વયોવૃદ્ધ અભિનેતા દિલીપ કુમારનો આજે 95મો જન્મદિવસ. આ બીમારીના કારણે તેઓ કેટલાય સમયથી પીડિત હતા, પરંતુ હવે તેમને સારુ થઈ ગયુ છે. દિલીપ કુમારના પરિવારના નજીકના ફેઝલ ફારૂકીએ અભિનેતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યુ, દિલીપ સાહેબ હવે ખૂબ સારા છે, તેમણે નિમોનિયાની સારવાર લીધી છે. તે માટે અલ્લાહનો આભાર માનીએ છીએ.