કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરી એક વખત ભગવા પર નિશાન સાધ્યું છે. મંગળવારે ભોપાલમાં સંત સમાગમમાં તેમણે કહ્યું હતું કે આખા દેશમાં મઠ-મંદિરોને રાજનીતિક અડ્ડો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મંદિરોમાં દુષ્કર્મ (રેપ) થઈ રહ્યા છે. ભગવાધારી દુષ્કર્મ કરી રહ્યા છે અને ચૂરણ વેચી રહ્યા છે. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે સનાતન ધર્મને બદનામ કરનારને ઇશ્વર માફ કરશે નહીં.
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં સંત સમાગમમાં આવેલા દિગ્વિજય સિંહે ધર્મના નામે કરવામાં આવી રહેલા ધતિંગ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હાલનાં દિવસોમાં મઠ-મંદિરોને રાજનીતિક અડ્ડો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જે ખતરનાક છે. તેમણે કોઈનું નામ લીધા વગર કહ્યું હતું કે સાધુ-સંતોના વેશમાં ભગવાધારી મંદિરોમાં દુષ્કર્મ કરી રહ્યા છે. આજના જમાનામાં ભગવા વસ્ત્ર પહેરીને ચૂરણ વેચવાનું કામ થઈ રહ્યું છે. સનાતન ધર્મને બદનામ કરનારને ઇશ્વર માફ કરશે નહીં.