વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધી લાગુ કર્યા પછી ડિજિટલ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. ભારતે આ દિશામાં મોટી છલાંગ પણ લગાવી છે. જોકે, ડિજિટલ અરેસ્ટ કૌભાંડ ડિજિટલ ઈન્ડિયાના અભિયાનમાં મોટો અવરોધ બન્યું છે. હવે આ મુદ્દે દેશવાસીઓને જાગૃત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ આવવું પડયું છે. વર્તમાન સમયમાં ડિજિટલ અરેસ્ટના સેંકડો કૌભાંડ સામે આવ્યા છે, જેમાં લોકોએ તેમની મહેનતની કમાણી ગુમાવવી પડી છે. જોકે, ત્રણ પગલાંથી આ કૌભાંડનો ભોગ બનવાથી બચી શકાય છે તેમ પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક પ્રસારણ કાર્યક્રમ 'મન કી બાત'માં જણાવ્યું હતું.