કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે રાજ્યની જનતાને મોંઘવારીનો વધુ એક ડોઝ આપ્યો છે. અહીંના લોકો હજુ દૂધ અને વીજળીના ભાવ વધારામાંથી બહાર આવ્યા નથી ત્યાં હવે પેટ્રોલિયમ પ્રોડક્ટ ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે મંગળવારે ડીઝલના ભાવમાં અંદાજે 2.7 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ડીઝલમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો થશે તે સ્પષ્ટ થઈ ગયું છે અને આજથી ડીઝલની નવી કિંમત 91.02 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે આ નિર્ણયથી આશરે રૂ. 500 કરોડની આવક થવાની ધારણા છે.