બંગાળની ચૂંટણીમાં આઠમા તબક્કાનું મતદાન પૂરું થયું તે સાથે જ એક્ઝિટ પોલ રજૂ થયા હતા. એક્ઝિટ પોલમાં દાવો થયો હતો કે પશ્વિમ બંગાળમાં મમતા દીદીની હેટ્રિક લાગશે, પરંતુ ભાજપ ઐતિહાસિક બેઠકો મેળવશે. આસામમાં ભાજપની સત્તા યથાવત રહેશે. તમિલનાડુમાં સત્તા પરિવર્તન થાય તેવી શક્યતા છે. કેરળમાં ડાબેરી સરકાર ફરીથી સત્તામાં આવશે.
પશ્વિમ બંગાળમાં આઠમા તબક્કાનું મતદાન થયું હતું. છેલ્લાં તબક્કામાં ૭૬ ટકા મતદાન થયું હતું. જોકે, મતદાન વચ્ચે હિંસા થઈ હતી. ઉત્તર કોલકાત્તામાં કાર સવારોએ બોમ્બ ફેંક્યા હતા. તે બાબતે ચૂંટણીપંચે અહેવાલ માગ્યો છે. પશ્વિમ બંગાળમાં આઠેય તબક્કામાં હિંસા થઈ હતી.
પશ્ચિમ બંગાળમાં ત્યારે ઉત્તર કોલકાતાના બિરભૂમ જિલ્લાના મહાજાતિ સદન વિસ્તારમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
જાણવા મળ્યા મુજબ કારમાં સવાર કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે તેના કારણે કોઈ નુકસાન થયું હોવાના સમાચાર સામે નથી આવ્યા.