ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સુરતમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યુ કે ગુજરાતના સુરતના હીરા વેપારીઓ અને ઝવેરીઓને દેશની અર્થવ્યવસ્થામાં તેમના યોગદાન માટે ભારત રત્નથી સમ્માનિત કરવા જોઈએ. કેજરીવાલના નિવેદનને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પરંપરાગત ગઢમાં ગાબડુ પાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.