-
હીરા બજારમાં બે નંગ-નિરવ મોદી અને મેહુલ ચોકસી- ખોટા નિકળતાં અને તેમના દ્વારા નકલી કે સિન્થેટીકસના હીરા પણ વેચવામાં આવતાં હોવાની મજબૂત શંકાને પગલે હીરા બજારના વેપારીઓએ કેન્દ્ર સરકારને અરજ કરી છે કે વિદેશથી જે કૃત્રિમ કે સિન્થેટીક્સના રફ હીરા પોલીશ માટે ભારત લાવવામાં આવે છે તેની ઓળખ માટે તેને અલગ કોડ આપવાની માંગ કરીને એવો ભય વ્યક્ત કર્યો છે કે કેટલાક ઠગ વેપારીઓ આવા નકલી અને સસ્તાં હીરાઓ અસલી તથા કિંમતી દર્શાવીને ગ્રાહકોને પધરાવી રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું છે કે આયાત કરાયેલા આવા નકલી રફ હીરાઓ સુરતમાં લાવીને તેને પોલીશ કરીને અસલી હીરાઓની સાથે ભેળવીને સ્થાનિક અને વિદેશના બજારમાં વેચવામાં આવી રહ્યાં છે. હીરાના વેપારીઓ દ્વારા આવો ભય વ્યક્ત કરાયો છે ત્યારે તેનો એવો અર્થ પણ કેટલાક કરી રહ્યાં છે કે નિમો કાંડ પછી જ આ વેપારીઓ જાગ્યા છે? અત્યાર સુધી કેમ સરકારનું ધ્યાન ના દોર્યું ? નિમો અને ચોકસીની કંપનીઓએ કેટલા નકલી હીરા કોને મોટી સંખ્યામાં વેચ્યા તેની માહિતી તપાસમાં આવરી લેવી જોઇએ. આ સમગ્ર બાબતોને જોતાં હીરા અને હીરાની વીંટી ખરીદનારાઓએ જાગતા રહેવું પડે તેમ છે. સૂત્રો એમ પણ કહે છે કે શું આ કોઇ ભાવિ સંભવિત નકલી હીરા કૌભાંડ તરફ ઇશારો તો નથી ને ?