સરકારે ડાયાબિટિસની દવા સીટાગ્લિપ્ટિન અને તેના મિશ્રણને શુક્રવારે બજારમાં લોન્ચ કર્યા છે. તેની દસ ગોળીના પેકેટની કીંમત ૬૦ રૃપિયા રાખવામાં આવી છે. આ દવાનું વેચાણ જેનેરિક ફાર્મસી સ્ટોર જન ઔષધિ કેન્દ્રો પર થશે.
કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસ બ્યુરો ઓફ ઇન્ડિયા (પીએમબીઆઇ)એ જન ઔષધિ કેન્દ્રો પર સીટાગ્લિપ્ટિન અને તેના કોમ્બિનેશનને ઉપલબ્ધ બનાવવાનું શરૃ કરી દીધું છે.