હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, લગાન, જોધા અકબર જેવી બ્લોક બસ્ટર ફિલ્મો તેમજ ટીવી શોમાં કૌન બનેગા કરોડપતિના ભવ્ય સેટ બનાવનારા બોલીવૂડના ટોચના આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ આપઘાત કરી લેતાં બોલીવૂડ હચમચી ગયું છે. દેશના લાખો ફિલ્મ ચાહકોમાં પણ આઘાતનું મોજું ફરી વળ્યું છે. મુંબઈ નજીક કર્જતમાં આવેલા તેમના સ્ટુડિયોમાં આજે સવારે તેમનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો