ભારતીય ટીમનો ભૂતપૂર્વ અને સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે બપોરે બે વાગ્યે ફેસબુક લાઈવ મારફત કોઈક મોટી જાહેરાત કરવાનો છે. એણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ગઈ કાલે આવું જણાવતો એક સંદેશ મૂકીને એના પ્રશંસકોને વિચારતા કરી મૂક્યા છે. એમાં તેણે લખ્યું છે કે, ‘હું રવિવાર, 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે ફેસબુક લાઈવ પર આવીને રોમાંચક માહિતી આપીશ. આશા રાખું છું કે તમે સૌ એ વખતે ત્યાં હાજર હશો.’