Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતને વર્લ્ડ કપ અપાવનાર કપ્તાન M S ધોનીએ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. નોંધનીય છે કે ધોની ઘણા સમયથી મેદાનમાં ઉતર્યા નહોતા અને IPLમાં કમબેક કરવા જઈ રહ્યા છે. તેમની નિવૃત્તિની અટકળ આ વર્ષે તેજ બની હતી પણ હવે તેમણે Instagram ઉપર સત્તાવાર જાહેરાત કરી છે. 

મહેન્દ્રસિંહ ધોનીએ સંન્યાસની કરી જાહેરાત બાદ ક્રિકેટપ્રેમીઓને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે વર્લ્ડ કપ બાદ એક પણ મેચ નહીં રમેલા ધોનીએ અચાનક જ પોતાની નિવૃત્તિ જાહેર કરીને લોકોને ચોંકાવી દીધાં છે. 

ઉલ્લેખનીય છે કે ધોની ભારતનો સૌથી સફળ કપ્તાન છે અને તેની આગેવામાં ટી-20 વિશ્વ કપ અને વન-ડે વિશ્વકપમાં જીત મેળવી

IPLમાં રમવાનું ચાલુ રાખશે

જો કે ક્રિકેટ જગતમાંથી સંન્યાસની જાહેરાત કરાઈ છે ત્યારે ધોની IPLમાં રમવાનું ચાલુ રાખશે. મહત્વનું છે કે વિશ્વકપ 2019 બાદ ધોની એકપણ મેચ નથી રમ્યો અને ત્યારથી તેના રિટાયર્મેન્ટની અટકળો તેજ બની હતી. આખરે ધોનીએ 39 વર્ષે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે.

ધોનીએ 23 ડિસેમ્બર, 2004માં બાંગ્લાદેશ સામે વન ડે ડેબ્યૂ કર્યુ હતું. જ્યારે 2 ડિસેમ્બર, 2005માં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. 1 ડિસેમ્બર, 2006માં સાઉથ આફ્રિકા સામે તેણે ટી-20 ડેબ્યૂ કર્યું હતું.

ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે.  તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે.

ભારતને 2007નો ટી-20 વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.

​ધોનીનું જીવન

ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ ખાતે થયો હતો. તેના પિતાનુ નામ પાનસિંઘ છે. તેને જયાંતી ગુપ્તા નામે એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામે એક ભાઇ છે. તેણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ. તેને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. તે તેની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. 

તેણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે 1995-1998 દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને 1997-98 માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ