સૌરાષ્ટ્રમાં ચોમાસુ ભારે વેગીલુ બન્યું છે અને આજે ગીર સોમનાથ જિલ્લાનો ધમરોળ્યો હતો. બારે મેઘ ખાંગા થયા હોય તેમ સૂત્રાપાડા અને કોડીનારમાં ગત મોડી રાત્રિથી આજે રાત્રિના 8 સુધીમાં મુશળધાર 16 ઈંચ વરસાદખાબક્યો હતો અને ચોતરફ જળ બંબાકાર સર્જાયો હતો. તો જુનાગઢ જિલ્લામાં પણ મુશળધાર વરસાદનો સિલસિલો જારી રહ્યો હતો અને માંગરોળમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 30થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં એકધારા વરસ્યા અને અન્યત્ર સામાન્ય વરસાદ રહ્યો હતો.