ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં 10 દિવસના પ્રવાસે પહોંચ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગઈકાલે અમદાવાદથી સુરત ચાર્ટર્ડ પ્લેનમાં પહોંચ્યા હતા. ત્યારબાદ માતા કિરણ પટેલ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીનું આરતી ઉતારી સ્વાગત કરાયું હતું. તેઓ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ બહાર આવ્યા હતા. આજે દિવ્ય દરબાર અને 27 તારીખે કથા અને ભભૂતી વિતરણ કરાશે. અહીં તેમણે કહ્યું કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવશે.