બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પોલીસે આ મામલે FIR નોંધી તપાસ હાથ ધરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં છત્તીસગઢના રાયપુરમાં છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ધીરેન્દ્ર શાસ્ત્રીને એક અજાણ્યા ફોન કોલ પરથી ધમકી મળી છે. છતરપુરના બમીઠા પોલીસ સ્ટેશનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈ લોકેશ ગર્ગ દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ધીરેન્દ્રનો હાલમાં રાયપુરમાં દિવ્ય દરબાર ચાલી રહ્યો છે.