સાબરકાંઠાના વડાલીમાં આજથી આઠ માસ અગાઉ મહિલાને ફોન કરવા અંગે થયેલા ઝઘડાની અદાવતમાં મંગળવારે મધરાતે કોમી તોફાન મચ્યું હતું. હિન્દુ અને મુસ્લિમોના ટોળાએ સામસામે પથ્થરમારો કરતાં બે પોલીસ કર્મીઓ સહિત 5 જણાને ઇજા પહોંચી હતી. ટોળાએ છાપરા, 3 દુકાનોની આગળ પડેલો સામાન તેમજ એક લારીમાં તોડફોડ કરી હતી. જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ કાફલાએ ધસી આવી પરિસ્થિતિ થાળે પાડી હતી. આ મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં બંને જૂથની સામસામે તેમજ પોલીસ દ્વારા કુલ 3 ફરિયાદો નોંધાઇ છે. જેમાં 29 શખ્સો સામે નામજોગ તેમજ 200 જણાના ટોળા વિરુદ્ધ રાયોટિંગનો નોંધી પોલીસે 15 આરોપીની ધરપકડ કરી હતી.