વિજય રૂપાણીએ પુ. ગુરૂદેવ રાકેશભાઇની ઉપસ્થિતિમાં શ્રીમદ રાજચંદ્રની દિવ્ય પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી. શ્રીમદ રાજચંદ્ર મિશનની રજતજયંતિ સમારોહ અવસરે પુ. રાકેશભાઇ અને બીએપીએસ સંપ્રદાયના પુ.ગુરુજી બ્રહ્મવિહારી સ્વામીના ગુજરાત સમૃદ્વ, સુખી, સંપન્નતા સાથે સામાજિક સમરસતાનું કેન્દ્ર બને તેવા આશીર્વાદ મુખ્યમંત્રીએ મેળવ્યા હતા.
વિશ્વ વ્યાપી આધ્યાત્મિક સંસ્થા શ્રીમદ રાજચંદ્ર મિશનની ધરમપુર ખાતે સ્થાપનાના ૨પ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવ અવસરે વિશાળ સમિયાણામાં ગુજરાતની વિશ્વભરમાં પ્રતિષ્ઠાની ગાથા વર્ણવતા CM રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ માટે અહોભાવ છે. ધર્મપરાયણ, અહિંસક, સંસ્કારી, વેપારી અને સૌમ્યએ બધાના મુળમાં ગુજરાતમાં સંતો-મહંતોના આશીર્વાદ સાથે ગુજરાતનું ભવિષ્ય ઉજળું બન્યું છે. ગુજરાત સંતો-મહંતોની ભૂમિ છે. ગુજરાતનો આવિરાસત, વારસો અને પ્રતિષ્ઠા અપાવે છે. લોકોની ચિંતા કરીને જીવન લોકસેવામાં સમર્પિત કરીને લોકચેતનાની મિશાલ સંતશકિત એ પુરી પાડી છે.
પુ. ગુરુજીના સાનિધ્યમાં અનેક પરિવારો ધર્મ પ્રત્યે આસ્થા કેળવીને પરમાત્માં તરફ આગળ વધ્યા છે, તેવો અહોભાવ વ્યકત કરી, CM રૂપાણીએ જણાવ્યું હતું કે, શ્રીમદ રાજચંદ્ર મિશને આદિવાસી ક્ષેત્રમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાથી સૌના કલ્યાણ માટે કેન્દ્રબિંદ પ્રસ્થાપિત કર્યું છે. શ્રીમદ રાજચંદ્રને કેન્દ્રમાં રાખી નવી પેઢીને વિજ્ઞાન અને જ્ઞાનની સાથે પુ.ગુરુદેવના અભિગમ સાથે કરૂણાભાવથી જીવ થી શીવ સુધી આસ્થાના સંદેશ લઇને આગળ વધે એવી ભાવના તેમણે વ્યકત કરી હતી.
સ્વામી નારાયણ સંપ્રદાયે પણ સમાજને વ્યસનમુકિત સાથે શિક્ષિત-દિક્ષિત કરીને લોકોને ધર્મ તરફ વાળીને ઇશ્વરીય કાર્ય કર્યું છે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
પુ. ગુરૂદેવ રાકેશભાઇએ ઉપસ્થિત સેવાભાવીઓને સમાજની સેવા, એ જ પરમોધર્મનો ઉપદેશ આપ્યો હતો.
સ્વામી નારાયણ સંપ્રદાયના સંતશ્રી બ્રહ્મવિહારી સ્વામીજીએ ધરમપુર ના અંતિરયાળ વિસ્તારમાં ધર્મ સાથે સર્વ સમાજની સેવાભાવની આસ્થાને બિરદાવી હતી.
શ્રીમદ રાજચંદ્ર મિશન રજત જયંતિ મહોત્સવ અવસરે રાજય આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર, ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, કલેકટર સી.આર.ખરસાણ, શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી અભય જસાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.