કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. . જોકે આ વખતે એક કલાકની અંદર ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર ભૂકંપ સાથે ધડાકાનો પણ અવાજ આવ્યો હતો જેના લીધે લોકો ભયભીત થઈ ગયા હતા. દુધઈ પાસે સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા પાસે સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂકંપના આંચકાએ લોકોને 2001ની યાદ અપાવી દીધી છે. ભૂકંપ આવવાથી લોકો સવાર-સવારમાં પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.