બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં રાયડાની ખરીદીને લઈને ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે તેવા સમયે ટેકાના ભાવથી રાયડાની ખરીદી ખૂબ જ ધીમી ગતિએ થઇ રહી છે. ટેકાના ભાવે માટેની ખરીદીને લઈને ધાનેરાના ખેડૂતોના 10000 રજિસ્ટ્રેશન થયેલ છે પરંતુ તેની સામે માત્ર હજી સુધી 25૦૦ ખેડૂતોના રાયડાની ખરીદી થઇ છે. તે બાબતને લઈને આજે ધાનેરાના ખેડૂતોએ ચક્કાજામ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.
ધાનેરાના ખેડૂત હરનાથ ધુણીયાએ પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘આખી ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ ખેડૂતોને ટેકાના ભાવે રાયડાની ખરીદી થઇ ન હતી. હવે ચોમાસાની ઋતુ આવી છતાં દસ હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન થયેલ છે પરંતુ તેની સામે માત્ર 2500ની ખરીદી થઇ છે તેના લીધે જગતનો તાત હેરાન થઇ રહ્યો છે તેની સરકારને કોઈ પ્રકારની પરવા નથી. ગુજરાતની સરકાર ખેડૂતોની સમસ્યાનો નિકાલ લાવે નહિતર આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ખેડૂત શાંતિ ચૌધરીએ કહ્યું હતું કે, ‘હાલની સરકાર સંવેદનશીલ છે તેવો દાવો કરી રહી છે પરંતુ ગુજરાત સરકાર ખેડૂતો માટે સંવેદનહિન છે અને ખેડૂતો માટે અચ્છે દિન નહીં પણ બુરા દિવસો આવ્યા છે. હું બે દિવસથી લાઈનમાં ઉભા છું અને દિવસ-રાત ઉજાગરા કરીને ટેકાના ભાવે રાયડો વેચવા માટે આવ્યા છું પરંતુ હજી નંબર આવ્યો નથી. જો આવનારા સમયમાં ધાનેરાના ખેડૂતોના પ્રશ્ન હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.