રાજ્યમાં લોકડાઉન વચ્ચે કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતા પોલીસ વડા શિવાનંદ ઝાએ મહત્વ ની વાતો કરી. તેમને કહ્યું કે, છેલ્લા અનેક દિવસોથી શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા તંત્ર દ્વારા ઝડપથી કરવામાં આવી રહી છે. આ માટે સંબંધિત રાજ્ય દ્વારા અપાતી વ્યવસ્થા કે પ્રક્રિયામાં વિલંબ થવો શક્ય છે. તેથી અફવાઓમાં આવીને અને નાના વિલંબને કારણ બનાવીને શ્રમિકો દ્વારા તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાના બનાવો બન્યો છે. આવા બનાવો ચલાવી લેવામાં નહિ આવે.
જેમકે આજે રાજકોટમાં રાપરમાં શ્રમિકો દ્વારા ટ્રેન રદ થવાને કારણે કેટલાક લોકો દ્વારા કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં પોલીસ અને મીડિયા પર હુમલો થયો હતો. આ પ્રકારનું કૃત્ય કરનારા સામે ગુનો દાખલ કરાયો છે. તો મારી આ અપીલ છે કે ,ધીરજ ગુમાવવીને પોલીસ, સ્થાનિક તંત્ર અને મીડિયા સાથે સંઘર્ષમા ન ઉતરે. કેટલાક કારણોસર ટ્રેન રદ થાય, અને વિલંબ થાય તો ફરી વ્યવસ્થા તરત કરવામાં આવશે.
રાજ્ય પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું કે, રસ્તા પર ચાલીને વતન જતા લોકોને નજીકના શેલ્ટર હોમમાં રાખવામાં આવે છે અને ત્યાંથી વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે દેશના અમુક રાજ્યમાં વાવાઝોડું આવવાની આગાહી કરી છે, આ વાવાઝોડું ઓડિશામાં પણ આવવાની શક્યતા છે. જેથી ઓડિશા વહીવટી તંત્ર આ વ્યવસ્થામાં વ્યસ્ત હોવાથી આગામી ત્રણ ચાર દિવસ શ્રમિકોને વતન લાવવાના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા મુલતવી રાખવા જણાવ્યું છે. જેથી ગુજરાતમાંથી ઓડિશામાં જવા માગતા લોકો ધીરજ રાખે, હાલ ત્રણ-ચાર દિવસ સુધી ટ્રેન ચલાવવામાં આવશે નહીં.