રાજ્યમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર અને ખાસ કરીને TikTok એપ્લિકેશનના ઉપયોગથી વીડિયો બનાવીને મૂકવાનીએ ઘટનાઓ બની રહી છે. આ મામલે DGP શિવાનંદ ઝાએ પોલીસની છબી ખરડાય નહીં તે માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ વિવેકાનુસાર કરવો
પરિપત્ર પ્રમાણે તમામ પોલીસ કર્મીઓને ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક)ના નિયમો અને ગુજરાત પોલીસ એક્ટને ધ્યાનમાં રાખીને જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો રહેશે. ખાસ કરીને એક પોલીસ અધિકારી તરીકે શોભે નહીં અથવા પોલીસ વિભાગ જેવું શિસ્તબદ્ધ ખાતું લોકોની ટીકાનો ભોગ બને તે પ્રકારની કોઇપણ પ્રવૃત્તિ સોશિયલ મીડિયા પર ન કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ કર્મચારી ફરજ ઉપર ન હોય અથવા યુનિફોર્મમાં ન હોય તો પણ પોલીસ બેડાનો જ ભાગ હોવાની બાબત જણાવતાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વિવેકાનુસાર અને નિયમોની મર્યાદામાં રહીને જ કરવા ટકોર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા ઉપર કોઇ પોલીસ કર્મચારીનું અણછાજતું વર્તન ધ્યાને આવે તો તેની તપાસ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે.