Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના કહેરને જોતા દેશમાં સતત ત્રીજી વખત લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમાંય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ કેસ દરરોજના સામે આવી રહ્યા છે અને મૃત્યુ પણ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાંજ નિપજ્યા છે. ત્યારે આજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું કે, ગામડાઓમાં જે પ્રકારે લોકડાઉનનું પાલન થયું છે એ પ્રકારે ગ્રીન ઝોનમાં આવવા માટે ધ્યાનમાં રાખવું. ઉપરાંત રેડ ઝોનના લોકો તકેદારી રાખશે તો જ ઓરેંજ અને ગ્રીન ઝોનમાં જઈ શકશે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે આવશ્યક પાસનો દુરઉપયોગ કરનાર લોકોને છોડવામાં નહીં આવે અને પકડાતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે લોકડાઉન પહેલા બહાર અટવાયેલા લોકોએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

પોલીસ સતત લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવી રહી છે. આ માટે રેડ ઝોન વિસ્તારને કોર્ડન કરીને ચુસ્ત લોકડાઉનનું પાલન કરાવવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત જે વિસ્તાર ઓરેન્જ ઝોનમાં છે ત્યાં સંક્રમણ વધે નહી અને તે પણ રેડ ઝોન ન બને તે માટે પણ પોલીસ કડક હાથે કામ લઇ રહી છે. ઓરેન્જ ઝોનમાં પણ જ્યાં સુધી લોકડાઉન ચાલશે ત્યાં સુધી કોઇ છુટછાટ નહી મળે. આવા વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે પોલિસ પેટ્રોલિંગ વધારવાના આદેશ અપાયા છે. ગ્રીન ઝોન વિસ્તારોમાં પણ કોઇ સંક્રમિત વ્યક્તિ ન આવે તે માટે પુરતી તકેદારી રખાઇ રહી છે. ગ્રીન ઝોનમાં પણ નિયમિત પોલીસ ચેકિંગ ચાલુ રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ