ગુજરાતના પોલીસવડાએ PSI, PIની ચેમ્બરમાંથી AC હટાવવા આદેશ આપ્યો. આદેશમાં લખ્યું છે કે, PSI અને PI આ સુવિધા મેળવવા હક્કદાર નથી છતાં ઘણા પોલીસમથકોમાં તે લાગેલા છે. આ AC કાં સ્પોન્સર્ડ હોય છે કાં ગેરકાયદે રીતે મેળવેલા હોય છે, તેને દૂર કરો. AC ક્યારે અને કોણે લગાવ્યા, ક્યારે દૂર કર્યા તેની વિગતો 10 દિવસમાં મોકલવાનો પણ આદેશ અપાયો છે.