રાજ્યના તમામ પોલીસકર્મીઓને ફરજિયાત પરેડ કરવા DGP શિવાનંદ ઝાનો આદેશ થયો છે. દર સોમવારે પીટી પરેડ અને શુક્રવારે સેર્મોનિયલ પરેડનો આદેશ કરાયો છે. ડીએસપી-ડીસીપી કક્ષાના અધિકારીઓને પરેડનું નિરીક્ષણ કરવું પડશે. પરેડમાં નબળા લોકરક્ષકો માટે એક્સ્ટ્રા ડ્રિલ રાખવાનો પણ આદેશ છે. પરેડના ફોટોગ્રાફ અને પરેડમાં હાજર તથા ગેરહાજરની માહિતી બપોરે 12 વાગ્યા સુધીમાં સ્ટેટ કંટ્રોલ રૂમને પહોંચાડવા પણ તાકિદ કરાઈ છે.