બેંગાલુરુમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ)એ ૩૨૦૦ કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ સંબધમાં બે લોકોની ધરપકડ કરી છે.
ડીજીજીઆઇ બેંગાલુરુના એડિશનલ ડાયરેક્ટર જનરલ સુચેતા શ્રીજેશે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કૌભાંડનો ત્રીજો શંકાસ્પદ આરોપી હજુ ફરાર છે.