મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના શિરડીના સાંઈ બાબા મંદિરમાં ભક્તોએ બાબાના ચરણોમાં 398 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. આ ચમત્કાર માત્ર એક વર્ષમાં થયો છે. કોરોના કાળના પ્રતિબંધો હટાવ્યા બાદ સાંઈ બાબાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિરમાં વધતી ભીડ આ વાતની સાક્ષી છે. બાબા બોલાવે ત્યારે જ ભક્તો શિરડી જાય છે. એવું લાગે છે કે શિરડીના સાંઈ બાબા તેમના ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવવા માટે આતુર છે અને ભક્તો તેમને ભેટ ધરવા માટે આતુર છે.
ગયા વર્ષે, મહારાષ્ટ્રમાં ગુઢીપડવાના તહેવારના દિવસે, તમામ ધાર્મિક સ્થળો શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા. ભક્તોએ પણ બાબાના દરવાજે તેમની કૃપાથી ભરેલી ઝોલી ઠલકાવવા માટે પોતાની તિજોરીના દરવાજા પણ ખોલ્યા છે. છેલ્લા 13 મહિનામાં ભક્તોએ બાબાના ચરણોમાં 398 કરોડનું દાન કર્યું છે.