મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઇને ભાજપ અને શિવસેનામાં ચાલી રહેલ ખેંચતાણની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. મંગળવારે તેમણે કહ્યું કે શિવસેનાની માંગો પર મેરિટના આધાર પર વિચાર થઇ રહ્યો છે, અમારી પાસે કોઇ પ્લાન B અથવા C નથી, આ વાત પાક્કી છે કે હું જ મુખ્યમંત્રી બનીશ. વધુમાં તેમણે કહ્યું કે બુધવારે ધારાસભ્ય દળની બેઠક થશે, જેમાં નેતાની ચૂંટણી કરવામાં આવશે. મુખ્યમંત્રી પદને લઇને ક્યારેય કોઇ 50-50 ફોર્મૂલા નક્કી થઇ નથી.