મહારાષ્ટ્ર સ્થિત મુંબઈના આઝાદ મેદાનમાં આજે સાંજે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા. અજિત પવાર અને એકનાથ શિંદેએ પણ લાંબા સસ્પેન્સના અંતે નાયબ મુખ્યમંત્રી પદે શપથ લઈ લીધા. જો કે, શિંદેના અનેક નિવેદનોએ મહારાષ્ટ્ર જ નહીં, દેશભરમાં ભારે સસ્પેન્સ સર્જ્યુંહ હતું, જેનો આખરે અંત આવી ગયો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની પ્રચંડ જીત થઈ હતી. જેમાં ભાજપે બહુમતી મેળવી હતી. આ સાથે મહારાષ્ટ્ર 14મું રાજ્ય બન્યું છે, જ્યાં ભાજપ શાસન કરશે