આગામી સમયમાં શું મહારાષ્ટ્રની સત્તામાં કોઈ મોટો ઉલટફેર થવા જઈ રહ્યો છે? એવી અટકળો વહેતી થઈ રહી છે, કારણ કે શનિવારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી. બન્ને નેતાઓ વચ્ચે મુંબઈની એક મોટી હોટલમાં બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ મુલાકાત બાદ એવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, શું શિવસેના ફરીથી એક વખત ભાજપ સાથે હાથ મિલાવશે?
મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સાથે ગઠબંધનની સરકાર બન્યા બાદ બન્ને નેતાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત છે. શિવસેના, કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)એ મહાવિકાસ આઘાડી ગઠબંધન રચીને સરકાર તો બનાવી લીધી, પરંતુ આંતરિક ખેંચતાણ હજુ પણ યથાવત રહી છે.
જો કે બન્ને નેતાઓની આ મુલાકાત પાછળ કોઈ પણ રાજનીતિક મહત્વકાંક્ષાનો ઈન્કાર કરવામાં આવી રહ્યો છે. સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત પર ભાજપ તરફથી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપધ્યાયે કહ્યું કે, આ મિટિંગનો કોઈપણ રાજનીતિક દ્રષ્ટિકોણ નહતો. તેમણે એક ટ્વીટ કરીને જણાવ્યું કે, સંજય રાઉત શિવસેનાના મુખપત્ર સામના માટે દેવેન્દ્ર ફડણવીસનો ઈન્ટર્વ્યૂ લેવા માંગતા હતા. બસ આ બાબતે બન્ને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે. સંજય રાઉત સામનામાં સંપાદક છે. તેમણે કહ્યું કે, આ મુલાકાતનો કોઈ રાજનીતિક અર્થ ના નીકાળવામાં આવે.
બીજી તરફ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ તરફથી બન્ને નેતાઓ વચ્ચેની મુલાકાતની પુષ્ટી કરતા કહેવામાં આવ્યું છે કે, કોઈએ કંઈ પણ અટકળો લગાવવાની આવશ્યક્તા નથી. જો કે હજુ સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ તરફથી મુલાકાતને લઈને કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, બન્ને નેતાઓ વચ્ચે અઢી કલાક સુધી વાતચીત ચાલી હતી.