મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગવડ ખાતે ઉપસ્થિત રહીને દાહોદ જિલ્લાના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગોના કુલ ૩૧૪ કરોડના વિકાસકાર્યોના વિવિધ 55 પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ પહેલા દાહોદ જિલ્લા કોંગ્રેસના ૪૦૦થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાની સિંગ વડ તાલુકાના દાસા ગામે સભાને સંબોધન કર્યું હતું