હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા ચાર દિવસમાં 74 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને વરસાદના કારણે 7700 કરોડથી વધુનું નુકસાન થયું છે. શિમલા પર સતત ભૂસ્ખલનનો ખતરો છે. રાજ્યના ઘણા જિલ્લાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત છે.